GUJARAT : અંકલેશ્વરમાં ભયાનક અકસ્માત: પાનોલી ઓવરબ્રિજની રેલિંગ તોડી કેમિકલ ટેન્કર નીચે ખાબક્યું

0
37
meetarticle

નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વર નજીક આવેલા પાનોલી ઓવરબ્રિજ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કેમિકલ ખાલી કરીને વડોદરા તરફ પરત ફરી રહેલું એક ખાલી ટેન્કર અચાનક બેકાબૂ બનતા બ્રિજની લોખંડની રેલિંગ તોડીને સીધું નીચે ખાબક્યું હતું. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો છે.


​પ્રાપ્ત વિગતો અનુસાર, ટેન્કર ચાલકે અકસ્માતની ગંભીરતા પારખીને અત્યંત સમયસૂચકતા વાપરી હતી. ટેન્કર બ્રિજ પરથી નીચે પટકાય તે પહેલાં જ ચાલકે તેમાંથી કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. ટેન્કર નીચે પટકાતા જ મોટો અવાજ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ હાઈવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ટેન્કર ખાલી હોવાના કારણે મોટી દુર્ઘટના અથવા આગની ઘટના ટળી હતી. પોલીસે ક્રેન દ્વારા ટેન્કરને હટાવવાની અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here