GUJARAT : અંકલેશ્વરમાં રખડતા શ્વાનનો કહેર: પાછળ કૂતરા પડતા ગભરાયેલી યુવતી વીજપોલ સાથે અથડાઈ

0
42
meetarticle

​અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં રખડતા શ્વાનોએ મોપેડ સવાર યુવતીનો પીછો કરતા સર્જાયેલા અકસ્માતમાં યુવતીને શરીરે ઈજાઓ પહોંચી છે.


​ ​મળતી માહિતી મુજબ, એક યુવતી સુરતી ભાગોળથી ગોયા બજાર તરફ પોતાની મોપેડ (એક્ટિવા) પર સવાર થઈને જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં કેટલાક રખડતા શ્વાનોએ અચાનક તેની પાછળ દોટ મૂકી હતી. શ્વાનો પાછળ પડતા યુવતી ગભરાઈ ગઈ હતી અને તેણે બચવા માટે મોપેડનું એક્સીલેટર વધુ ઝડપથી વધારી દીધું હતું.
​ ​વાહનની ગતિ વધતા અને ગભરાટના કારણે યુવતીએ સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. પરિણામે બેકાબૂ બનેલી મોપેડ રસ્તાની બાજુમાં આવેલ વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અથડામણમાં યુવતી રોડ પર પકાઈ ગઈ હતી અને તેને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
​ ​આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે શ્વાનો પાછળ પડવાથી કેવી રીતે યુવતી અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં રખડતા શ્વાનોના વધતા ઉપદ્રવને ડામવા માટે તંત્ર કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here