અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસે લૂંટ અને અપહરણના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલું ₹60,000નું એક્ટિવા પણ જપ્ત કર્યું છે.

પકડાયેલા આરોપીઓની ઓળખ રાકેશકુમાર જેસિંગભાઈ વસાવા (ઉ.વ. 26) અને કમલકુમાર કલ્પેશભાઈ વસાવા (ઉ.વ. 19), બંને રહે. નવા તરીયા, અંકલેશ્વર તરીકે થઈ છે. પોલીસે બાતમીના આધારે આ બંને શખ્સોને દબોચી લીધા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

