અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અસ્થિર મગજની મહિલા મળી આવી છે, જે હાલ ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત છે. આ મહિલાની ઓળખ સેજલબેન, ઉંમર આશરે ૩૨ વર્ષ, તરીકે થઈ છે.
મહિલાએ જણાવ્યા મુજબ, તેમના પિતાનું નામ વિષ્ણુ બેચરભાઈ અને ભાઈનું નામ અજય વિષ્ણુ છે. તેમના પતિનું નામ રાજુ વસાવા હોવાનું તેમણે જણાવ્યું છે.
જો કોઈ આ મહિલાના પરિવારજનો કે વાલી-વારસ વિશે જાણતા હોય, તો તાત્કાલિક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ભરૂચનો સંપર્ક કરવા વિનંતી છે.

