અંકલેશ્વર રૂરલ પોલીસે છેલ્લા બે વર્ષથી દારૂબંધીના ગુનામાં નાસતા ફરતા આરોપી રાહુલભાઈ રમેશભાઈ વસાવા (ઉંમર 32)ને ઝડપી પાડ્યો છે.
પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના મૌઝા ગામનો રહેવાસી આરોપી રાહુલ વસાવા તેના ઘરે હાજર છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

