અંકલેશ્વર રૂરલ પોલીસે કાપોદરા ગામની સાંઈ દર્શન સોસાયટીમાં આવેલા એક મકાન અને કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹7,89,500/- ની કિંમતના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરીને પ્રોહીબિશનનો કેસ શોધી કાઢ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે, સંજયભાઈ ભીલ (ઉંમર 25, રહે. કાપોદરા)ના રહેણાંક મકાન અને તેની પાસે પાર્ક કરેલી મારૂતિ સ્વિફ્ટ કાર (GJ-34-N-3009) માં દરોડો પાડ્યો હતો.
પોલીસે સ્થળ પરથી 138.48 લીટર વિદેશી દારૂ (બોટલ નંગ-684, કિં.રૂ. 1,84,500/-), સ્વિફ્ટ કાર (કિં.રૂ. 6 લાખ) અને એક મોબાઈલ ફોન મળીને કુલ ₹7,89,500/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ભાવનગરના ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

