GUJARAT : અંકલેશ્વર રેલ્વે લાઈન પાસે ચાલતા જુગાર પર LCBનો છાપો: 6 જુગારીઓ ₹1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

0
61
meetarticle

​ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે અંકલેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકની હદમાં જુગાર રમી રહેલા છ શખ્સોને ઝડપી પાડ્યા છે. રેલ્વે લાઈન પાસે ખુલ્લી જગ્યામાં હાર-જીતનો જુગાર રમતા આ શખ્સો પાસેથી લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


​ ​ભરૂચ LCB ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, અંકલેશ્વરના પટેલનગર પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં રેલ્વે લાઈન નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા-પાનાનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે LCB ની ટીમે વ્યૂહાત્મક રીતે દરોડો પાડતા જુગાર રમી રહેલા શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા 6 શખ્સોને કોર્ડન કરીને દબોચી લીધા હતા.
​ ​પોલીસે રેઈડ દરમિયાન ​રોકડ રકમ અંગઝડતી અને દાવ પરના રોકડા ₹14,400, ​મોબાઈલ ફોન ₹30,000 ની કિંમતના કુલ 3 નંગ, ​વાહનો ₹80,000 ની કિંમતના 2 ટુ-વ્હીલર, ​પત્તા-પાના અને પાથરણું સહીત કુલ ₹1,24,400/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
​ઝડપાયેલા આરોપીઓમાં સંજય છગનભાઈ ચૌહાણ, લાલચંદ વિશ્વકર્મા, મોતીભાઇ માંગગારોડી, સુરેશ પ્રેમાભાઈ ચુડાસમા, રાજુભાઈ વાઘરી અને અજય ઉસ્તામભાઈ વસાવાનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here