GUJARAT : અંકલેશ્વર હાઈવે પર અતિથિ હોટલ પાસે વિશાળ અજગર નીકળતા ફફડાટ: વન વિભાગે સુરક્ષિત રેસ્ક્યુ કર્યું

0
36
meetarticle

​અંકલેશ્વર હાઈવે રોડ પર આવેલી અતિથિ હોટલ પાસે એક વિશાળ ‘ઇન્ડિયન રોક પાઈથન’ (અજગર) દેખાતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.

આ અંગે અભિષેકભાઈએ તાત્કાલિક જાણ કરતા ‘નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટ’ના યોગેશભાઈ મિસ્ત્રી અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વન વિભાગના આર.એફ.ઓ. (RFO) ડાભીના માર્ગદર્શન હેઠળ યોગેશ મિસ્ત્રીએ અત્યંત સાવધાનીપૂર્વક આ અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. રહેણાંક વિસ્તારમાં આવી ચઢેલા આ મહાકાય અજગરને કોઈપણ ઈજા પહોંચાડ્યા વગર પકડી પાડી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વન વિભાગ અને સેવાભાવી સંસ્થાની આ ત્વરિત કામગીરીને પગલે હાઈવે પરના લોકો અને હોટલ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here