અંકલેશ્વર GIDC વિસ્તારમાં કે.કે. માર્ટ નજીક ખુલ્લી વરસાદી કાંસમાં એક આખલો ફસાઈ જતાં દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વર નોટિફાઇડ ફાયર બ્રિગેડના સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આખલાને સુરક્ષિત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના બાદ અંકલેશ્વર હાઉસિંગ એસોસિયેશનના પ્રમુખ અતુલ માકડિયા અને ઉપપ્રમુખ રમેશ પટેલે નોટિફાઇડ ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી છે. તેમણે ખુલ્લી ગટરો અને ઢાંકણાના અભાવે ભવિષ્યમાં મોટા અકસ્માતો થવાની શક્યતા વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે ખુલ્લી ગટરોને બંધ કરવાની માંગ કરી છે.
આ ઘટના અંગે ડ્રેનેજ વિભાગના ચેરમેન કમલેશભાઈને જાણ કરવામાં આવી હતી, જેના પગલે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.

