અંકલેશ્વર GIDC પોલીસે બાતમીના આધારે બંધ પડેલી નાકોડા પ્રોડક્ટ કંપનીની ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડ્યો છે.
પોલીસે જુગાર રમી રહેલા મુખ્ય સૂત્રધાર મિથુન અર્જુન મંડલ સહિત કુલ ૨૧ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા રકમ સહિત કુલ ₹૫૮,૦૦૦/-થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મિથુન મંડલ અન્ય લોકોને બોલાવીને જુગાર રમાડતો હોવાની માહિતીના આધારે GIDC પોલીસે આ કાર્યવાહી કરી હતી. પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
