​GUJARAT : અંકલેશ્વર GIDC ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયું: વિઝિબિલિટી ઘટતા હાઈવે પર વાહનચાલકો અટવાયા, તાપમાનનો પારો 17 ડિગ્રીએ પહોંચ્યો

0
14
meetarticle

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતા અંકલેશ્વર GIDC અને આસપાસના વિસ્તારોમાં ગતરોજ વહેલી સવારે કુદરતનું અનોખું રૂપ જોવા મળ્યું હતું. સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમ્મસની સફેદ ચાદર છવાઈ જતાં વાતાવરણમાં એકાએક ભારે ઠંડક પ્રસરી ગઈ હતી.

શિયાળાની જામતી જતી ઠંડી વચ્ચે ગતરોજ લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા શહેરીજનોએ કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો. ધુમ્મસ અને ઠંડીના આ સંયુક્ત પ્રભાવને કારણે વહેલી સવારે જનજીવનની ગતિ ધીમી પડી હોય તેવું જણાયું હતું.
​ગાઢ ધુમ્મસના કારણે હાઈવે અને મુખ્ય માર્ગો પર વિઝિબિલિટી શૂન્યની નજીક પહોંચી ગઈ હતી, જેના પરિણામે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે નોકરી-ધંધાર્થે નીકળેલા વાહનચાલકોને માર્ગ પર આગળનું જોવા માટે હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ખાસ કરીને ભરૂચ-અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે પર વાહનોની ગતિ અટકી પડી હતી અને ટ્રાફિકની ગતિ મંદ પડી હતી. મોડે સુધી સૂર્યદેવના દર્શન ન થતાં અને ગાઢ ધુમ્મસ અકબંધ રહેતા હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો, જેણે સવારના સમયે કામ પર જતા લોકો અને મોર્નિંગ વોકર્સમાં કુતૂહલ જગાડ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here