GUJARAT : અંકલેશ્વર GIDC ની કેમક્રક્ષ કંપનીમાંથી સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતાં અફરાતફરી, GPCB એ તપાસ શરૂ કરી

0
38
meetarticle

અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બની હતી.

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના ટેન્કરમાં ગેસ લોડિંગની પ્રક્રિયા દરમિયાન બની હતી. ટેન્કરમાંથી અચાનક પીળાશ પડતો ગેસ લીક થવાનું શરૂ થતાં કંપની અને આસપાસના વિસ્તારમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


​ઘટનાની જાણ થતાં જ કંપનીની સેફ્ટી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. સેફ્ટી ટીમના ઝડપી પ્રયાસોના કારણે પરિસ્થિતિને ગણતરીના સમયમાં જ નિયંત્રણમાં લાવી દેવામાં આવી હતી. તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં લીક થયેલો ગેસ સોડિયમ નાઇટ્રેટ હોવાનું બહાર આવ્યું છે.
​સદ્દભાગ્યે, આ સમગ્ર બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જોકે, આ ઘટનાને પગલે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ગેસ લીકેજના ચોક્કસ કારણો અને સુરક્ષાના માપદંડોની ચકાસણી માટેની તપાસ શરૂ કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here