અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસે બાતમીના આધારે ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતી એક બાંગ્લાદેશી મહિલા નાગરિકને ઝડપી પાડી છે.પકડાયેલ મહિલા લકી ખાતુન (ઉ.વ. ૩૯) (મૂળ રહે. ઝેનઈદાહ, બાંગ્લાદેશ) પાસે ભારતમાં રહેવા માટેના કોઈપણ કાયદેસર વિઝા કે આધાર પુરાવા મળી આવ્યા નહોતા.

પોલીસે તેની ઉંડાણપૂર્વક પૂછપરછ અને ડોક્યુમેન્ટ ચકાસણી બાદ તેની બાંગ્લાદેશી નાગરિક તરીકે ખાતરી કરી હતી. ગેરકાયદેસર વસવાટ કરવા બદલ મહિલાને અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન દ્વારા હસ્તગત કરી, આગળની કાયદેસર કાર્યવાહી માટે એસ.ઓ.જી. શાખાને સોંપવામાં આવી છે.

