અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનની ટીમે ‘CEIR’ પોર્ટલની મદદથી મોટી સફળતા મેળવી છે. પોલીસે ₹1,83,000/- ની કિંમતના 8 ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે.

પોલીસ દ્વારા વર્ષ 2025માં આજદિન સુધીમાં કુલ 64 મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા છે, જેની કુલ કિંમત ₹11.23 લાખ છે.

