અંકલેશ્વર GIDC પોલીસે છેલ્લા બે વર્ષથી વિશ્વાસઘાત અને છેતરપિંડીના બે ગુનાઓમાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પોલીસે મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો છે.
અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન અને અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર આરોપી દર્શીત જયેશભાઈ ભાનુશાળી (રહે. અંધેરી ઇસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર)ને બાતમીના આધારે મુંબઈથી પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

