અંકલેશ્વર ONGC ખાતે ગુજરાતના સૌથી મોટા રાવણ દહન કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ONGC રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 49 વર્ષથી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના વિશાળ પૂતળાઓ તૈયાર થઈ રહ્યા છે. જેમાં 50 ફૂટના રાવણ, 47 ફૂટના કુંભકર્ણ અને 47 ફૂટના મેઘનાદના પૂતળાનો સમાવેશ થાય છે. આ પૂતળાઓના નિર્માણ માટે મોટી માત્રામાં કાગળ, વાંસ અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ વિવિધતામાં એકતાનું પ્રતીક છે, જ્યાં નવરાત્રી, દુર્ગા પૂજા અને રામલીલાનું આયોજન પણ થાય છે. રાવણ દહનના દિવસે ભવ્ય આતશબાજીનો નજારો પણ જોવા મળશે. વરસાદના સંભવિત વિઘ્નને ધ્યાનમાં રાખીને પૂતળાઓનું નિર્માણ વિશેષ રીતે કરવામાં આવ્યું છે, જેથી રાવણ દહન યોગ્ય રીતે સંપન્ન થઈ શકે.
