GUJARAT : અંદાડામાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ₹1.18 કરોડના RCC રોડનું કર્યું લોકાર્પણ, નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સંપન્ન

0
3
meetarticle

ભરૂચ વિધાનસભા વિસ્તાર હેઠળના અંકલેશ્વરના અંદાડા ગામના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાડા ગામે ₹1.18 કરોડના ખર્ચે નવનિર્મિત RCC રોડનું લોકાર્પણ કરવાની સાથે જ ધારાસભ્યએ અન્ય ₹1.18 કરોડના નવા RCC રોડના નિર્માણ માટે ખાતમુહૂર્તની વિધિ પણ સંપન્ન કરી હતી.

આ અવસરે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, ગ્રામ આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
​આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે સતત પ્રયત્નશીલ છે. નવા RCC રોડના નિર્માણથી ગ્રામજનોને વર્ષો જૂની કાદવ-કીચડની સમસ્યામાંથી મુક્તિ મળશે અને આવન-જાવનમાં મોટી સુવિધા ઉપલબ્ધ થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગામડાઓ જ્યારે પાકા રસ્તાઓથી જોડાશે ત્યારે જ ગ્રામ્ય અર્થતંત્ર અને વિકાસ સાચા અર્થમાં વેગીલો બનશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here