GUJARAT : અંબાલાલ પટેલની આગાહી, આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા

0
14
meetarticle

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, આજે બપોર બાદ પ્રિ મોન્સૂન એક્ટિવિટિનો વરસાદ વરસી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે.

ગુજરાતમાં હાલમાં માવઠાની સિઝન ચાલી રહી છે.ગરમી અને ઉકળાટની સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવે છે.ત્યારે ફરીવાર રાજ્યમાં માવઠાનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થવાથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આવતી આઠમી એપ્રિલથી ગરમીમાં વધારો થશે.આજે પવનની ગતિમાં વધારો થશે.બે દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, આજે બપોર બાદ પ્રિ મોન્સૂન એક્ટિવિટિનો વરસાદ વરસી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. પવનની ગતિ 40 કિ.મી રહેવાની શક્યતાઓ છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. 20 તારીખ સુધી ગરમીમાં વધારો થશે. ઉતર ભારતના ભાગોમાં વાદળનો સમૂહ આવી રહ્યો છે.બનાસકાંઠાના ભાગમાં વાતાવરણ પલટો આવશે. ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. વિવિધ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.દ્વારકા,જામનગર,રાજકોટ, દાહોદ,પંચમહાલ, મોરબી, કચ્છ,બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર,પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમાં 36.4, અમરેલી 36.5, રાજકોટમાં 36.7,સુરેન્દ્રનગર 36.2, ગાંધીનગરમાં 36.2,વડોદરામાં 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here