GUJARAT : અમદાવાદથી મુંબઈ હાઈ-વે પર ટ્રકમાં અચાનક આગ લાગતા દોડધામ, ચાલકનો આબાદ બચાવ

0
19
meetarticle

અમદાવાદથી મુંબઈ જઈ રહેલા એક માલવાહક કન્ટેઇનરમાં પારડીના ટુકવાડા હાઈવે પર અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કન્ટેઇનર ટ્રકમાં સોસની બોટલો અને અન્ય ચીજવસ્તુઓ ભરેલી હતી, જે આગમાં લપેટાઈ ગઈ હતી. સદનસીબે, ચાલકે સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કન્ટેઇનર ટ્રક નંબર MH-48-CB-0080 અમદાવાદથી સોસના બોટલો ભરેલા કાર્ટૂન અને અન્ય માલસામાન લઈને મુંબઈ જવા રવાના થયું હતું. મંગળવાર સવારે જ્યારે કન્ટેઇનર ટ્રક પારડી નજીક ટુકવાડા હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેમાં ધુમાડા નીકળવા સાથે આગ લાગી હતી.

આગ લાગતા જ હાઈવે પર પસાર થતા અન્ય વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પારડી નગરપાલિકા અને વાપીથી ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગની આ ઘટનાને કારણે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના લીધે વાહનચાલકો અટવાયા હતા. આગ બુઝાયા બાદ કન્ટેઇનરને રસ્તા પરથી ખસેડવામાં આવતા વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here