GUJARAT : અમદાવાદના સિંધુભવન રોડ પરથી SMC એ ટી-સ્ટોલ પર ડ્રગ્સ વેચવા આવેલા પેડલરને મેફેડ્રોન સાથે ઝડપી પાડ્યો

0
22
meetarticle

શહેરના પોશ ગણાતા સિંધુભવન રોડ પર નશાના કારોબારને ડામવા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. નંદીગ્રામ ક્રોસ રોડ પાસે આવેલા એચ.કે. ટી-સ્ટોલ પર માદક પદાર્થનું વેચાણ કરવા આવેલા આકીબ મોહમદ ઈદરીશ કુરેશી (રહે. સરસપુર, અમદાવાદ) નામના પેડલરને પોલીસે ૭ ગ્રામ ૪૦૦ મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. SMCની ટીમે ડ્રગ્સ, મોબાઈલ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ₹૧,૦૨,૮૫૦/-નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે.


​વિશ્વાસુ બાતમીદાર પાસેથી મળેલી સચોટ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી આ સફળ કામગીરી કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી મૂળ રાજસ્થાનનો છે અને તે અહીં છૂટક વેચાણ માટે આવ્યો હતો. હાલમાં આ ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સિંધુભવન વિસ્તારમાં આવેલા કેફે, પાન પાર્લર અને ટી-સ્ટોલ જેવી જગ્યાઓ જ્યાં ડ્રગ્સ પેડલરોની વધુ અવરજવર હોય છે, ત્યાં હવે SMC દ્વારા સતત સર્વેલન્સ અને કડક તપાસ હાથ ધરવામાં આવશે જેથી યુવા પેઢીને આ નરકમાંથી બચાવી શકાય.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here