સુપ્રીમ કોર્ટે અમદાવાદમાં એક રસ્તો પહોળો કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે 400 વર્ષ જૂની માંચા મસ્જિદની આંશિક તોડફોડ સામે દાખલ કરેલી અરજી શુક્રવારે નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, નગર પાલિકા જનહિતમાં કામ કરી રહી છે અને આ પ્રોજેક્ટ હેઠળ મસ્જિદની સાથે-સાથે કોમર્શિયલ અને રહેણાક સંપત્તિને પણ તોડવામાં આવી છે.

શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે માંચા મસ્જિદ ટ્રસ્ટના વકીલ દ્વારા મસ્જિદના ઇબાદતગાહને બચાવવા માટે સતત કરવામાં આવી રહેલી માંગનો અસ્વીકાર કરી દીધો છે. અમદાવાદ નગર પાલિકાએ હાઇકોર્ટમાં કહ્યું કે, ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા માટે રસ્તો પહોળો કરવાના આ પ્રોજેક્ટથી ફક્ત ખાલી પડેલી જમીનનો એક ટુકડો અને ચબૂતરાનો એક ભાગ પ્રભાવિત થશે. મસ્જિદનું મુખ્ય માળખું આનાથી જરાય પ્રભાવિત નહીં થાય.
હાઇકોર્ટનો નિર્ણય યથાવત
ખંડપીઠે કહ્યું કે, આ અનુચ્છેદ 25 હેઠળ ધાર્મિક અધિકારના ઉલ્લંઘનનો મામલો નથી. વક્ફ બોર્ડ મસ્જિદની જમીનના ઉપયોગ માટે વળતરનો હકદાર હોય શકે છે, જ્યારે બોર્ડ એ સાબિત કરી દે કે, આ જમીન વક્ફની છે. નમાઝ માટે મસ્જિદ બનાવવા માટે તમને વધુ જમીન મળી શકે છે છે. પરંતુ, હાઇકોર્ટનો નિર્ણય યોગ્ય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને જ્યારે મસ્જિદની જમીનનો એક ભાગ રોડ પહોળો કરવા માટે લેવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત પ્રાંતીય મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ (GPMC એક્ટ) ની જોગવાઈઓનું કાળજીપૂર્વક પાલન કર્યું હતું.
વક્ફને મળશે વળતર
મસ્જિદના વકીલે જ્યારે ઇબાદતગાહની સુરક્ષા માટે કોર્ટના આદેશ પર ભાર મૂક્યો તો ખંડપીઠે કહ્યું કે, ‘આવી કોઈ કાર્યવાહી પ્રસ્તાવિત કરવામાં નથી આવી. એક મંદિરને તોડવામાં આવ્યું છે અને તેમણે કોઈ વળતરનો દાવો નથી કર્યો. અમે કહી રહ્યા છીએ કે, જો વક્ફ બોર્ડ એ સાબિત કરી દે કે આ વક્ફની સંપત્તિ છે, તો તમે જીપીએમસી એક્ટ હેઠળ વળતરના હકદાર રહેશો.’
રાજ્ય સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, સરસપુરમાં રસ્તો પહોળો કરવાની કામગીરી ભીડ ઓછી થાય અને કાલુપુર રેલ્વે સ્ટેશન અને અમદાવાદ મેટ્રોને જોડનારા ભાગ પર શહેરી વિકાસને વધારવા માટે જરૂરી છે.

