GUJARAT : અમદાવાદમાં થર્ટી ફર્સ્ટનો થનગનાટ, નવા વર્ષને આવકારવા DJ પાર્ટીઓના આયોજનને અપાયો આખરી ઓપ

0
47
meetarticle

અમદાવાદ શહેરમાં ૩૧મી ડિસેમ્બરની રાત્રે નવા વર્ષ 2026 ને આવકારવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શહેરની વિવિધ નામી ક્લબો, ફાર્મ હાઉસ અને હોટલોમાં ભવ્ય DJ પાર્ટીઓના આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વર્ષે આયોજકો દ્વારા સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. યુવાધન DJના તાલે ઝૂમીને નવા વર્ષના વધામણાં કરી શકે તે માટે સાઉન્ડ સિસ્ટમથી માંડીને લાઈટિંગ સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ખાસ કરીને એસ.જી. હાઈવે અને સિંધુ ભવન રોડ પર આવેલી વિવિધ જગ્યાઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here