GUJARAT : અમદાવાદમાં બેંક કર્મીઓની સપ્તાહના 5 દિવસ કામની માગ, કહ્યું- પરિવાર માટે સમય નથી મળતો

0
11
meetarticle

દેશભરના બેંક કર્મચારીઓએ પોતાની વર્ષો જૂની અને પડતર માંગણી ફાઈવ ડેઝ બેંકિંગ માટે ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ આયોજિત આ હડતાળને કારણે બેંકિંગ સેવાઓ ખોરવાઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી આ માંગણી પ્રત્યે સરકારના ઉદાસીન વલણ સામે રોષ પ્રગટ કરવા માટે કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને પગલે નાણાકીય વ્યવહારો પર મોટી અસર જોવા મળી રહી છે.

બેંક કર્મચારીઓની માંગણીઓ

આ આંદોલનના ભાગરૂપે અમદાવાદમાં બેંક કર્મચારીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અમદાવાદના ઇન્દુલાલ યાજ્ઞિક પાર્કથી શરૂ થઈ વલ્લભ સદન સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવા કર્મચારીઓ પ્લે-કાર્ડ્સ અને બેનરો સાથે જોડાયા હતા. સૂત્રોચ્ચાર અને નારાબાજી સાથે કર્મચારીઓએ મક્કમ રીતે પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી.આંદોલનમાં બેંક કર્મીઓએ માગ કરી છે કે, કર્મચારીઓનો આક્ષેપ છે કે વર્ષ 2015થી સરકાર દ્વારા ‘5 દિવસના બેંકિંગ’ માટે સૈદ્ધાંતિક સંમતિ આપવામાં આવી હોવા છતાં તેનો અમલ કરાયો નથી. કર્મચારીઓએ તર્ક આપ્યો હતો કે જો RBI અને LIC જેવી સંસ્થાઓમાં 5 દિવસનું કાર્યકારી અઠવાડિયું અમલી હોય, તો કોમર્શિયલ બેંકોમાં આ ભેદભાવ કેમ? સતત વધતા કામના ભારણ વચ્ચે કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક સમય માટે 5 દિવસની કાર્યપ્રણાલી અનિવાર્ય છે.

જો ભારત વિકસિત અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું હોય, તો બેંકિંગ સુવિધાઓ અને કાર્યપદ્ધતિ પણ વૈશ્વિક માપદંડો મુજબ હોવી જોઈએ.

યુનિયનોની સરકારને સ્પષ્ટ ચીમકી

યુનિયનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર વહેલી તકે આ બાબતે કોઈ નક્કર નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં આ લડત વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here