GUJARAT : અમદાવાદમાં હાઈટેક સટ્ટા રેકેટનો પર્દાફાશ: નિકોલમાં SMCના દરોડા, 46 શખ્સો વોન્ટેડ જાહેર

0
31
meetarticle

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ એક મોટા ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ કરીને સટ્ટાબજારોમાં ફફડાટ મચાવી દીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે છેડા ધરાવતા આ રેકેટમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને વિદેશી નંબરો દ્વારા સટ્ટો રમાડવામાં આવતો હતો. પોલીસે સ્થળ પરથી લાખોનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે 46 જેટલા મોટા માથાઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

નિકોલના રહેણાંક વિસ્તારમાં ચાલતું હતું નેટવર્ક
અમદાવાદનું નિકોલ અત્યારે ક્રિકેટ સટ્ટાનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે. SMCને મળેલી ચોક્કસ બાતમીના આધારે નિકોલ વિસ્તારમાં એક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં અત્યંત ગુપ્ત રીતે ઓનલાઈન ક્રિકેટ બેટિંગનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે આ રેકેટમાં સામાન્ય મોબાઈલ જ નહીં, પરંતુ લેપટોપ, ટેબ્લેટ અને મોટા ટીવી સ્ક્રીન દ્વારા લાઈવ મેચો પર સટ્ટો બુક કરવામાં આવતો હતો.

પોલીસે સ્થળ પરથી 3.43 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં હાઈ-એન્ડ મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ સટ્ટાખોરો સ્થાનિક નહીં પણ વિદેશી નંબરોનો ઉપયોગ કરીને પોલીસની નજરથી બચવાનો પ્રયાસ કરતા હતા. અલગ-અલગ બેટિંગ આડી (IDs) બનાવીને ગ્રાહકોને સટ્ટો રમવા માટે લોગિન આપવામાં આવતું હતું. આ આખું નેટવર્ક અત્યંત વ્યવસ્થિત રીતે ડિજિટલ પ્લેટફોર્મ પર કાર્યરત હતું.
દિલ્હીના આશ અને અનિલ કોટક સહિત 46 વોન્ટેડ
આ કેસની સૌથી મોટી બાબત એ છે કે પકડાયેલા બે શખ્સો તો માત્ર પ્યાદા હોવાનું જણાય છે. અસલી ખેલાડીઓ પડદા પાછળ રહીને આખું રેકેટ ઓપરેટ કરી રહ્યા હતા. SC એ આ મામલે દિલ્હીના આકાશ અને અનિલ કોટક જેવા મોટા સટ્ટાખોરો સહિત કુલ 46 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસને શંકા છે કે આ રેકેટના છેડા અ રાજ્યો અને કદાચ વિદેશ સાથે પણ જોડાયેલા હોઈ શકે છે.
સટ્ટાબજારોમાં મચ્યો ફફડાટSMC ની આક્રમક કાર્યવાહીથી અમદાવાદના અન્ય વિસ્તારોમાં સટ્ટો રમાડતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધીને વધુ તધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલા મોટા પાયે નાણાકીય વ્યવહારો કઈ રીતે થતા હતા અને તેમાં કયા કયા લોકોના નામ સંડોવાયેલા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here