સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 થી 23 નવેમ્બર, 2025 દરમિયાન આયોજિત ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ – 2025’ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ વિશાળ પુસ્તકમેળામાં સનાતન સંસ્થાએ પોતાના વૈશિષ્ટપૂર્ણ સહભાગ દ્વારા વાચક, પુસ્તકપ્રેમી, સંસ્કારપ્રેમી, ધર્મપ્રેમીઓનું વિશેષ ધ્યાન આકર્ષ્યું. સ્ટોલ નં. 13 પર સંસ્થાએ રાષ્ટ્રરક્ષા, ધર્મજાગૃતિ, અધ્યાત્મ, ધર્મશિક્ષણ, બાલ સંસ્કાર તથા આયુર્વેદ જેવા રાષ્ટ્ર-સમાજના કલ્યાણ માટે અગત્યના વિષયો પર આધારિત ગ્રંથોનું સુવ્યવસ્થિત, સચિત્ર અને જ્ઞાનસભર પ્રદર્શન યોજાયુ હતું. આ પ્રદર્શન માત્ર પુસ્તકાવલોકન પૂરતું ન રહી, પરંતુ સનાતન ધર્મ અને અધ્યાત્મની અનુભૂતિ કરાવતું એક જ્ઞાનમંદિર બની રહ્યું.

બુક ફેસ્ટિવલ માં સંસ્થાના સ્ટોલ પર અંદાજિત 5,000 જેટલા પુસ્તકપ્રેમી, સંસ્કારપ્રેમી, ધર્મપ્રેમી અને વાચનપ્રેમીઓ પધાર્યા હતા , ઘણા વાચકો અને ધર્મપ્રેમીઓએ ગ્રંથોની ખરીદી સાથે સંસ્થાના કાર્ય અંગે વિશેષ રસ દર્શાવ્યો. મેળા દરમિયાન અનેક પ્રખ્યાત માનનીય મહાનુભાવો સ્ટોલ પર પધાર્યા અને પ્રદર્શનનું અવલોકન કર્યું. તેમાં શ્રીમતી પારૂલબેન દવે (મ્યુનિસિપલ કાઉન્સિલર, વેજલપુર તથા સ્થાપક – હાર્મની ફાઉન્ડેશન), જયેશભાઈ ત્રિવેદી (ચેરમેન, રિક્રિએશન કમિટી – AMC), વિવેકમુનિ સ્વામી (શાહીબાગ સ્વામિનારાયણ મંદિર), વિનીતચંદ્ર મહારાજ (જૈન મુનિ) , ભૂપદભાઈ અહિર (વિશ્વ હિંદુ પરિષદ), મીડિયા પર્સનાલિટી RJ અદિતિ રાવલ, શ્રી સુરેશભાઈ સંગતાણી (સ્થાપક – સાઈ ધામ, સાઈ બાબા મંદિર, સરદારનગર), ડૉ. અનિલ ખત્રી (પીડિયાટ્રિશિયન & નિયોનેટોલોજિસ્ટ), ડૉ. ઉમાબેન ખત્રી (ગાયનેકોલોજિસ્ટ & ઓબ્સ્ટેટ્રિશિયન, જીવનદીપ હોસ્પિટલ) તથા શ્રી જી. એસ. મલિક (પોલીસ કમિશનર, અમદાવાદ) જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે.
બધાએ સનાતન સંસ્થાના કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું કે આજના સમયમાં રાષ્ટ્રરક્ષા, ધર્મજાગૃતિ, અધ્યાત્મ, ધર્મશિક્ષણ અને આયુર્વેદ જેવા વિષયો સમાજ માટે અત્યંત આવશ્યક છે, અને આ ક્ષેત્રોમાં સંસ્થા દ્વારા છેલ્લા અનેક વર્ષોથી થતું અનવરત કાર્ય પ્રશંસનીય છે .
આ પુસ્તક મેળાનું સંપૂર્ણ આયોજન AMC દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યાં ઘણાં બધાં પ્રકાશકો ના પુસ્તકોને વાચકો સુધી પહોંચાડવાનું સારું આયોજન કરવામાં આવ્યું.
શ્રીમતી. ૠચા સુળે
સનાતન સંથા, ગુજરાત

