GUJARAT : અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી, એરપોર્ટ સિક્યુરિટીએ નોંધાવી ફરિયાદ

0
15
meetarticle

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. 27મી જાન્યુઆરી 2026ના રોજ મળેલી આ ધમકીને પગલે એરપોર્ટ અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ખાલિસ્તાની વિચારધારા ધરાવતા તત્ત્વો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની આશંકા વચ્ચે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સમગ્ર કેમ્પસમાં સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે.

‘અમદાવાદ એરપોર્ટ ટાર્ગેટ પર છે’

મળતી માહિતી અનુસાર, આ ધમકી એક અજાણ્યા ઈ-મેઈલ આઈડી aldurham420@gmail.com (Amber Durham) પરથી મોકલવામાં આવી હતી. આ મેઈલ એરપોર્ટના સત્તાવાર ઈ-મેઈલ આઈડી dtm.amd@adani.com તેમજ અન્ય ફીડબેક આઈડી પર 27મી જાન્યુઆરીના રોજ સવારે 11.05 વાગ્યે મળ્યો હતો. ઈ-મેઈલના સબ્જેક્ટમાં ‘BOMB Blast luggage Section’ લખેલું હતું. મેસેજમાં જણાવાયું હતું કે, ‘અમદાવાદ એરપોર્ટ ટાર્ગેટ પર છે. શીખો હિન્દુ નથી અને મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન છે.’ આ સાથે જ એરપોર્ટને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી પણ આપવામાં આવી હતી.ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ એરપોર્ટના ચીફ સિક્યોરિટી ઓફિસર અને અદાણી ગ્રુપના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સવારે 11.20 વાગ્યે ‘બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી’ની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. અંદાજે અડધા કલાક સુધી ચાલેલી આ બેઠકમાં તમામ ચકાસણી કરવામાં આવી હતી. અંતે, કમિટીએ આ ધમકીને ‘નોન-સ્પેસિફિક’ જાહેર કરી હતી, છતાં સાવચેતીના ભાગરૂપે ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું હતું.

આ મામલે અમદાવાદ એરપોર્ટના લેન્ડ સાઈડ સિક્યોરિટી ડ્યુટી મેનેજર રવિકાન્ત ભારદ્વાજે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈટી એક્ટ અને ગુનાહિત ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી ઈ-મેઈલ કરનારનું લોકેશન ટ્રેસ કરવા સાયબર સેલની મદદ લીધી છે. આ કેસમાં પવનસિંગ ચૌહાણ અને અશોક રણવા જેવા અધિકારીઓની સાક્ષી તરીકે પૂછપરછ કરવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here