ઘરશાળા શૈક્ષણિક સામયિક જે સતત છેલ્લા 85 વર્ષથી શિક્ષણ જગતની ચિંતા કરે છે.તેના લેખક મિત્રોની વિચાર ગોષ્ઠિ તા 4/1/26 ના રોજ બાલભારતી વિદ્યાલય અસારવા અમદાવાદ ખાતે “શૈક્ષણિક માસિકના પ્રશ્ર્નો અને તેના પૃથક્કરણ” વિષય પર યોજાઈ ગઈ.આદરણીય શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી મનસુખભાઈ સલ્લા અને નિતાંત સત્ય સાથે જોડાયેલાં ડો. મફતભાઈ પટેલ જેવા વડિલોની હાજરી હતી .શ્રી ગોવિંદભાઈ દરજી, રમેશભાઈ ઓઝા, વિનોદભાઈ પટેલ જેવા લેખકો પણ ઉપસ્થિત હતાં.

તંત્રી શ્રી જ્યોતીન્દ્ર ભાઈ દવેએ જણાવ્યું હતું કે આ જ્યોત હરભાઈ ત્રિવેદી જેવાં પ્રબુધ્ધ કેળવણીકારોએ 85 વર્ષથી પ્રજ્વલિત છે એટલે તેને આફતો મુશ્કેલી વચ્ચે પણ શતક સુધી પહોંચાડવી છે.શ્રી તખુભાઈ સાંડસુર અને રમેશ ઓઝાએ પોતાના સુચનો અને ભાવ વ્યક્ત કર્યો હતો.

