અમરેલી જિલ્લાના કુકાવાવના કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ભાદરવા સુદ પૂનમના દિવસે બાવન ગજની ધજા ચડાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી….

ધજાના દાતા પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ટીલાળા ગામ ઘોઘાવદર દ્વારા બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી…..

આ કાયૅક્રમમા પુવૅ કેબીનેટ મંત્રી બાવકુ ભાઈ ઉંધાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા….
કોલડા ગામના રમેશભાઈ રામાણી ના ઘરેથી ધજાની પૂજન વિધિ કરીને આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી….
આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા….
આ શોભાયાત્રા આખા ગામમાં ફરીને સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી….

રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પુનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે…..
કોલેશ્વર ધામ કોલડામાં સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પુનમે બાવન ગજની ધજા ચઢાવવામાં આવે છે…..
તેમજ નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પુનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે……
અહેવાલ = પ્રકાશ વઘાસિયા કુકાવાવ….

