GUJARAT : અમરેલી જિલ્લાના કુકાવાવના કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે કારતક સુદ ભાઈબીજના દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે દ્રીતીય પાઠ ઉત્સવ તેમજ ભવ્ય ધજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું….

0
46
meetarticle

ધજાજીના યજમાન પરસોતમભાઈ પુનાભાઈ ઉસદડિયા ગામ માવજીજવા દ્વારા બાવન ગજની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી….

કોલડા ગામના કનુભાઈ કેશુભાઈ કિકાણી ના ઘરેથી બાવન ગજની ધજા ની પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં બાવન ગજની ધજા લયને શોભાયાત્રા કાઢવામાં આવી હતી….

આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો તેમજ સાધુ સંતો જોડાયા હતા….

ત્યારબાદ બાવન ગજની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી….

રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પુનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે તેમજ પ્રેમી ભારી ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પુનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂરથી આવે છે…..

અહેવાલ પ્રકાશ વઘાસીયા કુકાવાવ…

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here