આ સમારંભ ના અધ્યક્ષ પદે શ્રી ડો.મુકેશભાઈ પટેલ ,પ્રમુખ શ્રી સરખેજ કેળવણી મંડળ સરખેજ ઉપસ્થિત રહ્યા .કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી રમેશભાઈ ચૌહાણ આઈ આર એસ ,નિવૃત આસિસ્ટંટ કમિશનર CGST હતા .મુખ્ય મહેમાન શ્રી ઉમેદકુમાર સોલંકી ટી ડી ઓ મોરવાહડફ હતા

જેઓ કાર્યક્રમના ચાંદીના મેડલના દાતા હતા .બીજા મહેમાન શ્રી ડો પંકજકુમાર મહેરિયા ,ડેપ્યુટી સી ઈ ઓ ,ગુજરાત મેડિકલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર હતા .અન્ય મેહમાન માં શ્રી વિક્રમભાઈ ચૌહાણ ,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સંત રોહિદાસ વિશ્વ મહાપીઠ તથા વેજલપુર કાઉન્સિલ શ્રી કલ્પના બેન. શ્રી અરજણભાઈ મકવાણા અને છગનલાલ મક્વાણા બંને ભાઈઓ અને બંને નિવૃત આદર્શ શિક્ષક જમણવાર ના દાતા હતા .કુલ 80 વિદ્યાર્થી /વિદ્યાર્થીનીઓ નો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં 25 ગોલ્ડ મેડલ અને55 સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા.ટકાવારી ના ધોરણમાં ધોરણ 10માં 80 ટકા થી વધારે ,ધોરણ 12 માં 75 ટકા થી વધારે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 70 ટકા થી વધારે અને ગ્રેજ્યુએટ ફર્સ્ટ ક્લાસ પ્રમાણે નું હતું .કુલ 16 વિશિષ્ઠ સિદ્ધિ ધરાવતા મહાનુભાવો નું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું .કાર્યક્રમ ખુબજ આનંદ ઉલ્લાસ ના વાતાવરણ માં પૂરો થયો .આભારવિધિ શ્રી રાકેશ સૂર્યવંશી એ કરી હતી . આ તબક્કે ખાસ વિશિષ્ઠ સિદ્ધિ ધરાવતા કલાસ 1 અધિકારીઓ ,સુપર ક્લાસ 1 અધિકારીઓ અને ડોક્ટરો તથા રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહાનુભાવો તેમજ અમદાવાદ સહકારી સંઘ ના ડિરેક્ટર રજની ચૌહાણ નું ખાસ સન્માન કરવામાં આવ્યું .કાર્યક્રમ પછી શુરુચિ ભોજન પીરસવામાં આવ્યું
અહેવાલ મનુભાઈ રાઠોડ પ્રમુખ શ્રી ભાલ રોહિત વેલ્ફેર સોસાયટી વેજલપુર અમદાવાદ
