GUJARAT : આજ મધ્યરાત્રીથી ૧૮ નવેમ્બર સુધી આકાશમાં લીઓનીડસ ઉલ્કાવર્ષાનો અદ્ભુત નજારો: ખગોળીય આનંદ લૂંટવા વિજ્ઞાન જાથાની અપીલ

0
62
meetarticle

​દુનિયાભરમાં દર વર્ષે જોવા મળતી લીઓનીડસ ઉલ્કાવર્ષા (Leonid Meteor Shower) નો અદ્દભુત અવકાશી નજારો તા. ૧૬ થી તા. ૧૮ નવેમ્બરની વહેલી પરોઢ સુધી મહત્તમ જોવા મળશે. આ ખગોળીય ઘટનાને નરી આંખે નિહાળવા માટે ભારત જન વિજ્ઞાન જાથા (BJVS) દ્વારા રાજ્યભરના વિજ્ઞાનપ્રેમીઓને અપીલ કરવામાં આવી છે.


​વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે, આ ઉલ્કાવર્ષાનો વરસાદ મધ્યરાત્રિ બાદથી વહેલી પરોઢના સમયે સ્પષ્ટપણે જોવા મળશે, જે નિહાળવાનો શ્રેષ્ઠ સમય છે. આ ઉલ્કાવર્ષાનું કેન્દ્રબિંદુ સિંહ રાશિમાં હોવાથી તેને ‘સિંહની ઉલ્કાવર્ષા’ પણ કહેવામાં આવે છે.
​ખગોળશાસ્ત્ર અનુસાર, આ ઉલ્કાવર્ષા ધૂમકેતુ ટેમ્પલ દ્વારા વિસર્જિત થયેલા પદાર્થોને કારણે થાય છે. જ્યારે પૃથ્વી આ ટુકડાઓ વચ્ચેથી પસાર થાય છે, ત્યારે ઘર્ષણના કારણે તે સળગી ઉઠે છે અને આકાશમાં તેજ લીસોટા કે અગનગોળા (ફાયરબોલ) રૂપે જોવા મળે છે. વિજ્ઞાન જાથાએ રાજ્યભરમાં આ દ્રશ્યો નિહાળવા માટે આયોજન ગોઠવ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here