આટકોટ પાસે રૂરલ એલસીબીએ વોચ ગોઠવી કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે જુનાગઢના વોન્ટેડ બુટલેગર સહિત બેને ઝડપી લીધા હતા. પકડાયેલ બન્ને શખ્સોએ કારની ડેકીમાં ચોરખાનું બનાવી દારૂનો જથ્થો છુપાવ્યો હતો.

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર એ દારૂ જુગારના કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય જે સુચના અન્વથે એલ.સી.બી રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા પો.સબ.ઈન્સ. એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ. આર.વી.ભીમાણી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ.દિવ્યેશભાઈ સુવા, હરેશભાઈ પરમાર, ધર્મેશભાઇ બાવળીયા તથા પો.કોન્સ. મિરલભાઈ ચંદ્રવાડીયાને સંયુક્ત બાતમી હકિકત આધારે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના આટકોટ બાબરા રોડ મહીલા કોલીજ પાસેથી જહાંગીર અમિનભાઇ શેખ રહે, જુનાગઢ. સુખનાથ ચોક, કિશોરીવાડા શેરી નં.૦૫, નરસિંહ મહેતાના ચોરા પાસે તા. જી. જુનાગઢ તથા આનંદ છગનભાઇ સરવૈયા રહે.જુનાગઢ, જગમાલ ચોક, તપસ્વી શેરી, ઉપરકોટ પાસે, તા.જી.જુનાગઢને પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૫૫૦ કિ.રૂા. ૧,૫૧,૨૫૦ તથા ટાટા ઝેસ્ટ કાર, મોબાઇલ નંગ-૨ મળી કુલ ૪.૭૧ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા પકડાયેલ જહાંગીર જુનાગઢનાં દારૂના બે ગુન્હામાં વોન્ટેડ છે આ દારૂનો જથ્થો વિકી સીંધી રહે. જુનાગઢએ આપ્યો હોવાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર

