આણંદ જિલ્લામાં ૨૬ નવેમ્બરના રોજ યોજાયેલી એકતા યાત્રા પહેલા આણંદથી જીટોડીયાના માર્ગ ઉપર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સાફ-સફાઈ કરવામાં આવી હતી. જ્યારે હવે ફરી ગંદકી ફેલાઈ રહી છે, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.

સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલી એકતા યાત્રા આણંદથી જીટોડીયા થઈને નાવલીથી ઉમેટા ગઈ હતી. એકતા યાત્રાના માર્ગ ઉપર આનંદથી જીટોડીયા સુધીના રસ્તાની ખૂબ જ સાફ-સફાઈ તથા રંગરોગાન પણ કરવામાં આવ્યું હતું. બે દિવસથી એકતા યાત્રાનું સમાપન થતાં ફરીથી કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા સફાઈમાં બેદરકારી દાખવતા પુરવઠા વિભાગના ગોડાઉનની સામે આવેલી કચરાપેટીની સાફ-સફાઈ થતી ન હોવાથી ચારે બાજુ ગંદકી ફેલાઈ રહી છે. આ મામલે વિસ્તારના રહિશો દ્વારા જણાવયું હતું કે, એકતા યાત્રા વખતે સાફ સફાઈ કરાઈ હતી. ત્યારબાદ હવે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.

