GUJARAT : આણંદની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં પોલીસનું ચેકિંગ

0
15
meetarticle

સુરતની પીપલોદની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આણંદ જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું. આણંદની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ડોગ સ્કોવર્ડ અને બોમ્બ ડિસ્પોઝનલ સ્કોવર્ડ દ્વારા તપાસ કરતા કંઇ વાંધાજનક નહીં મળતા તંત્રને રાહત થઇ હતી. 

સુરતની પીપલોદની પાસપોર્ટ ઓફિસને ઇ-મેઇલ મારફતે ઉડાવી દેવાની ધમકી મળતા તપાસ શરૂ તરાઇ હતી. હેડ ઓફિસની સૂચના મળતા જ આણંદની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં ટીમો દોડી ગઇ હતી અને તુરંત જ ઓફિસને ખાલી કરવી દેવામાં આવી હતી. જેને લઇ અરજદારોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. આણંદ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ખાતે પણ ટીમો દોડી ગઇ હતી અને ઓફિસોને ખાલી કરાવી દેવામાં આવી હતી. શહેર પોલીસની ટીમે ડોગ સ્કોવર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની ટીમો કચેરીમાં તપાસ કરી હતી અને પરંતુ કંઇ વાંધાજનક મળ્યું ન હતું.  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here