વાગરા તાલુકાના કડોદરા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી ફતેહસિંહ, સરપંચ, પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

ધારાસભ્ય અરુણસિંહ રણાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર ગામડાંના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને ગ્રામપંચાયત ગામના વિકાસનું હૃદય છે.” તેમણે ઉમેર્યું કે, આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવું ભવન ગ્રામજનોને સક્રિય પ્રશાસન અને સુચારુ સેવા પૂરી પાડવાનું કેન્દ્ર બનશે.આ વેળાએ ધારાસભ્યએ કડોદરા ગામના સર્વાંગી વિકાસ માટે ભવિષ્યમાં વધુ સુવિધાઓ પૂરી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે ગ્રામજનોએ પણ ગામના વિકાસમાં સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
