આમ આદમી પાર્ટી (આપ) દ્વારા ‘રસ્તા બનાવો, જિંદગી બચાવો’ અભિયાન અંતર્ગત ગતરોજ આમોદમાં યોજાનારી બાઇક રેલી પોલીસની કાર્યવાહીને કારણે નિષ્ફળ ગઈ હતી. NH 64 પરના બિસ્માર રસ્તાઓના વિરોધમાં આયોજિત આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ પોલીસે 16 ‘આપ’ કાર્યકરોની અટકાયત કરી હતી.

પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાના કારણો આપી, કાર્યક્રમના સ્થળે પહોંચીને રેલી શરૂ થાય તે પહેલાં જ આપના કાર્યકરોને અટકાવ્યા હતા. પોલીસે આપના પ્રમુખના ઘરેથી જ કાર્યકરોની અટકાયત કરી હતી, તેમને આમોદ પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીને કારણે આપનો વિરોધ કાર્યક્રમ રદ થયો હતો.

