આમોદ તાલુકાના મછાસરા ગામે વીજ ચોરીના વધતા કેસોને ધ્યાનમાં રાખીને વીજ વિભાગે ગતરોજ વહેલી સવારે પોલીસની ટુકડી સાથે અચાનક ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી.
ગામના વિવિધ વિસ્તારોમાં વીજ વિભાગના અધિકારીઓ અને પોલીસની હાજરીથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન કેટલાક ઘરો અને દુકાનોમાં અનધિકૃત વીજ જોડાણો મળી આવ્યા છે.

વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચેકિંગની કાર્યવાહી હજી પણ ચાલુ છે અને વીજ ચોરી કરતા પકડાયેલા લોકો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. વીજ ચોરીના ગુનાને ડામવા માટે આગામી દિવસોમાં આ પ્રકારના અચાનક ચેકિંગ અન્ય વિસ્તારોમાં પણ હાથ ધરવામાં આવી શકે છે.

