GUJARAT : આમોદ-કરજણ રોડ પર અકસ્માત: બાઇક સવાર ઘાયલ, મોટી જાનહાનિ ટળી

0
81
meetarticle

આમોદ-કરજણ રોડ પર GEB કચેરી પાસે બાઇક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજા થઈ હતી, જેને તાત્કાલિક આમોદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.


પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત આમોદ-ભીમપુડા રોડના ટર્નિંગ પર થયો હતો. એવી શક્યતા છે કે “હું પહેલા નીકળી જાઉં” તેવી ગેરસમજના કારણે બંને વાહનો વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત ટાળવાના પ્રયાસમાં કાર ચાલકે ગાડીને રસ્તાની બાજુમાં ગટર તરફ ઉતારી દીધી હતી, જેના કારણે ઘટનાસ્થળે ભયાવહ દૃશ્ય સર્જાયું હતું.
અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. આમોદ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here