GUJARAT : આમોદ: દાંડા ગામના આશાસ્પદ યુવાનની મિત્રોએ જમવા બાબતે મારામારી કરી હત્યા, ચાર આરોપી ઝડપાયા

0
18
meetarticle

આમોદ તાલુકાના દાંડા ગામે જમવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ચાર મિત્રોએ મારામારી કરી એક આશાસ્પદ યુવાનનું મોત નિપજાવ્યાની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી ચારેય આરોપીઓને ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

પ્રાપ્ત માહિતી મુજબ દાંડા ગામે રહેતા વિષ્ણુભાઈ પ્રવીણ વસાવા (ઉ.વ.) તેમના ચાર મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ પ્રવીણ વસાવા, ભૂમિત અરવિંદ વસાવા, અલ્પેશ ચંદુ વસાવા અને કનુ ચંદુ વસાવા સાથે ૧૪ તથા ૧૫ જાન્યુઆરીના રોજ જમવા બાબતે વિવાદમાં પડ્યા હતા. આ દરમિયાન માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઇવે, એક્સપ્રેસ હાઇવેના બ્રિજ નજીક સાપા ગામ તરફ તેમજ ઓછણ ગામ તરફ અલગ-અલગ સ્થળોએ વિષ્ણુ વસાવા સાથે ઝઘડો કરી તેમને નાની-મોટી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. આરોપીઓએ માથાની જમણી બાજુ કોઈ વસ્તુથી માર મારતા વિષ્ણુ વસાવા બેભાન થઈ ગયા હતા.બાદમાં આરોપીઓએ મૃતકના પિતાની ગેરહાજરીમાં તેમને બેભાન હાલતમાં દાંડા ગામે તેમના ઘરે મૂકી ફરાર થઈ ગયા હતા. ૧૫ જાન્યુઆરીના રોજ મૃતકના પિતા પ્રવીણ અમરસંગ વસાવા હલદરવા ગામેથી ઘરે પરત ફરતા પોતાના પુત્રને બેભાન અવસ્થામાં જોઈ આસપાસના લોકોની મદદથી સૌપ્રથમ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં ૧૭ જાન્યુઆરીના રોજ વહેલી સવારે હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃત્યુ અંગે શંકા જતા મૃતકના પિતાએ આમોદ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ૧૮ જાન્યુઆરીના રોજ મળેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજાના કારણે મોત થયાનું સ્પષ્ટ થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.પોલીસ વધુ તપાસ કરી રહી છે.

REPOTER : સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here