પેટલાદ તાલુકાના ફાંગણી ગામમાં પ્રથમ વખત ભવ્ય અને વૈદિક પરંપરાનુસાર ચંડી હોમાનું આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર હોમાનું આયોજન ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની સંસ્થા આર્ટ ઓફ લિવિંગના અંતર્ગત આવતી વૈદિક ધર્મ સંસ્થાન, બેંગલુરુ આશ્રમ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ આધ્યાત્મિક કાર્યક્રમમાં ફાંગણી ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી ૧૧૦૦થી વધુ ભક્તો અને શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ફાંગણી ગામમાં પ્રથમ વખત આવા વિશાળ સ્તરે ચંડી હોમાનું આયોજન થતા સમગ્ર ગામમાં ધાર્મિક અને આધ્યાત્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.
વૈદિક શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે યોજાયેલ ચંડી હોમાનું મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શાંતિ, સુખ-સમૃદ્ધિ, સકારાત્મક ઉર્જા તથા સર્વજન કલ્યાણની ભાવનાને મજબૂત બનાવવાનો હતો. યજ્ઞ દરમિયાન મંત્રોના નાદ અને અગ્નિની પવિત્રતાથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જાથી પરિપૂર્ણ બન્યું હતું.

