એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા અંજાર વન વિભાગના ફરજ મોકૂફ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) જીતુભાઇ બટુકભાઈ ઝીઝાળા (વર્ગ-૨) વિરુદ્ધ આવકના સ્રોત કરતાં વધુ સંપત્તિ (અપ્રમાણસર મિલકત) વસાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આરોપી જીતુભાઇ ઝીઝાળા સામે અગાઉ લાંચની ટ્રેપનો ગુનો નોંધાયા બાદ ACB દ્વારા તેમની મિલકતો અંગે ખુલ્લી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસમાં બહાર આવ્યું કે RFO ઝીઝાળાએ પોતાની સરકારી ફરજ દરમિયાન ગેરકાયદેસર રીતરસમો અપનાવીને પોતાની આવક કરતાં ૧૦૦.૭૦% (એકસો ટકાથી વધુ) અપ્રમાણસર મિલકતો પોતાના તથા આશ્રિતોના નામે વસાવેલી છે.
આ બાબત પ્રથમ દર્શનીય રીતે જણાતા, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ કચ્છ (પૂર્વ) ACB પોલીસ સ્ટેશન, ગાંધીધામ ખાતે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

