GUJARAT : આસામ પોલીસના કબ્જામાંથી ભાગી જનાર અપહરણના ગુના ના આરોપી ને પોરબંદર એલસી બીએ પોરબંદરમાંથી પકડી પાડયો

0
40
meetarticle

આસામ રાજ્યના બારાપોટા પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનાના આરોપી વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન હદમાંથી આસામ પોલીસના કબજા માંથી ભાગીને પોરબંદર ખાતે જાવરની સિલ્વર ફેક્ટરી માં મજુરની કોલોનીમાંથી પોરબંદર એલસીબીએ પકડી પાડી હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનને જાણ કરી સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ.

આસામ રાજ્યના બારપોટા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર ૦૩૧૯/૨૦૨૫ બીએનએસ કલમ ૧૩૭(૨) મુજબના ગુનાના આરોપી બિરાજદાસ ઉર્ફે વિષ્નુદાસ સ/ઓ અજયદાસ રહે રામપુર ગામ રાસ મંદિર પાસે, થાણા મુકાલમુઆ જી. નલબારી આસામ વાળાને આસામ પોલીસ દ્વારા નવી બંદર પોલીસ સ્ટેશન વિસ્તારના સી સ્ટાર કંપની માંથી પકડેલ હોય અને મજકુર આરોપીના આસામ પોલીસ દ્વારા ટ્રાન્સીટ રિમાન્ડ મેળવી મજકુર દારૂ પીને આસામ ખાતે લઈ જવા માટે પોરબંદર દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનમાં રવાના થયેલ એ દરમિયાન તા.૧૭/૦૯/૨૦૨૫ ના રોજ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન થી સાણંદ રેલવે સ્ટેશન સુધીમાં કોઈપણ જગ્યાએ ટ્રેન નંબર ૨૦૯૩૭ પોરબંદર દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનના કોચ નં.બી./૦૧ સીટ ન.૧૦ ઉપરથી ઉપરોક્ત આરોપી હાથકડી માંથી યુક્તિ પ્રયુક્તિથી હાથ છોડાવી ઈરાદાપૂર્વક આસામ પોલીસના કબજા માંથી કાયદેસરની ગીરફ તારીમાંથી નાસી ગયેલ હોય. જે બાબતે વિરમગામ રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિત બીએનએસ ક ૨૬૨ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ.

જુનાગઢ રેજના પોલીસ મહા નિરીક્ષક જાજડિયા(આઈ.પી. એસ) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભાગીરથસિંહ જાડેજા (આઈ.પી. એસ) દ્વારા ઉપરોક્ત આરોપીને પકડી પાડવા સુચના કરેલ.જે સૂચના અનુસંધાને એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાંબરીયા નાઓના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એએસઆઈ રણજીતસિંહ દયાતર તથા હેડ કોસ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમાર ને મળેલ સંયુક્ત હકીકત આધારે ઝાવર ગામ સિલ્વર ફેક્ટરીમાં આવેલ મજૂરોને કોલોની માંથી ઉપરોક્ત વિરમગામ રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનના ભારતી ન્યાય સહિતા બી એન એસ ૨૦૨૩ ની ક.૨૬૨ મુજબના ગુનાના આસમ પોલીસની કાયદેસરની ગિરફ તારી માંથી નાસી ગયેલ આરોપી બિરાજદાસ ઉર્ફે વિસ્નુંદાસ સ/ઓ અજયદાસ ઉ.વ.૨૩રહે રામપુર ગામ રાસ મંદિર પાસે, થાણા મુકાલમુઆ જી. નલબારી આસામ વાળાને પકડી હસ્તગત કરી હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી વિરમગામ રેલવે પોલીસ સ્ટેશનને જાણ કરી સોંપવા તો તજવીજ કરવામાં આવે છે
આ કામગીરી કરનાર કર્મચારી અધિકારીઓમાં એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાંબરીયા તથા એ.એસ.આઇ બટુકભાઈ વિંઝુડા રાજેન્દ્રભાઇ જોશી,રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા મુકેશભાઈ માવદીયા ઉદયભાઇ વરુ હેડ કોસ્ટેબલ સલીમ ભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા જીતુભાઈ દાતા, વિરેન્દ્રસિંહ પરમાર તથા વુમન હેડ કોસ્ટેબલ નાથીબેન કુછડિયા તથા પોલીસ કોસ્ટેબલ નટવરભાઈ ઓડેદરા અજયભાઈ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ વસાવા વિગેરે રોકાયેલ હતા
રિપોર્ટર :- વિરમભાઇ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here