GUJARAT : આસ્થા અને એકતાનો સંગમ: ભરૂચમાં ભરાયો ઐતિહાસિક કોઠા પાપડીનો મેળો, મંદિર અને દરગાહમાં ભક્તોનું ઘોડાપૂર

0
31
meetarticle

​ભરૂચના ભીડ ભંજન વિસ્તારમાં ૫૦૦ વર્ષથી વધુ સમયથી ભરાતા ઐતિહાસિક કોઠા પાપડીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. આ મેળો હિન્દુ-મુસ્લિમની કોમી એકતાનું અનોખું પ્રતીક છે, કારણ કે તે એક તરફ હનુમાન મંદિર અને બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ વચ્ચે ભરાય છે.


​દર વર્ષે માગશર મહિનાના દરેક ગુરુવારે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં આવતા શ્રદ્ધાળુઓ સહપરિવાર ટાઢું જમણ લેવાની સાથે, મંદિર અને દરગાહ બંને ધાર્મિક સ્થાનકો પર ઢેબરા, ચણા અને ફૂલ ચઢાવીને ધન્યતા અનુભવે છે.


​આ મેળાની એક અનોખી પરંપરા ‘કોઠા યુદ્ધ’ છે, જેમાં બાળકો, યુવાનો અને યુવતીઓ એકબીજા સાથે કોઠા લડાવે છે. જેનું કોઠું તૂટે તે પોતાનું કોઠું બીજાને આપી દે છે.
​ ​આ મેળાનું આયોજન જ્યાં થાય છે, ત્યાં ભીડભંજન હનુમાનનું પ્રાચીન મંદિર આવેલું છે, જેની પ્રાચીન કથા મુજબ હનુમાનજી વર્ષો પહેલાં અહીંના કૂવામાં બિરાજમાન હતા, જે આજે પણ હાજર છે. તેની સામે સૈયદપીર નવાબ સુલતાન બાબાની દરગાહ આવેલી છે, જેની સ્થાપના ૧૦૫૮ માં થઈ હોવાનું ફારસી ભાષામાં દર્શાવાયું છે.
​શહેર અને જિલ્લાની હિંદુ-મુસ્લિમ પ્રજા વર્ષોથી આ પરંપરાને જીવંત રાખી કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here