સાબરકાંઠા જીલ્લાની ઈડરની વહીવટદાર શાસિત પાલિકામાં વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના આરોપ લાગતા રહ્યા છે. ત્યારે ચોમાસા દરમિયાન રસ્તાઓ ઉપર પડેલા ખાડા અને ઉભરાતી ગટરોથી પ્રજા ત્રસ્ત બની છે. લોકોએ પાલિકામાં અનેકવાર રજુઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય મળ્યા છે.

ત્યારે ફરી એકવાર લોકોએ રસ્તા ઉપર પડેલ ખાડામાં પૂતળું ઊભું કરીને ભાજપ ની ટોપી પહેરાવી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળે છે.ઈડર નગરપાલિકામાં છેલ્લા અઢી વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. તેવામાં પાલિકાના વિકાસના
કાર્યોમાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના લોકોએ અનેકવાર આક્ષેપ કર્યા છે. ત્યારે ચોમાસામાં ઠેર ઠેર રોડ પર ખાડા પડી ગયાનું અને ગટરો ઉભરાતી હોવાનું અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ પાલિકાના વહીવટીતંત્રના બહેરા કાન સુધી પ્રજાનો અવાજ સંભળાતો નથી તેવું હાલતો લાગી રહ્યું છે. તાજેતરમાં જે બે દિવસ અગાઉ સ્થાનિકોએ ખરાબ રસ્તા અને ઉભરાતી ગટરોથી ત્રસ્ત બની ખાડામાં ભાજપનો ઝંડો લગાવી વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે ફરી એકવાર લોકોએ પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો છે.મળતી માહિતી મુજબ ઈડર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરની પાછળ
અને ખેતીવાડી ઉત્પન્ન બજાર તરફ જતા રસ્તાની વચ્ચોવચ મસમોટો ખાડો પડેલો હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને લોકોએ ફરી એકવાર પાલિકા સામે બાંયો ચડાવી વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યારે આ જાહેર માર્ગ પર પડેલ ખાડામાં ભાજપની ટોપી પહેરાવી પૂતળું ઊભું કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે. જ્યારે આ મામલે સ્થાનિકો પાસેથી જાણવા મળ્યા મુજબ આ ખાડો ચોમાસમાં પડયો હતો અને અત્યાર સુધી આ ખાડામાં ઘણા વાહનચાલકો અને રાહદારીઓ ૫ડયા હોવાનું પણ લોકો જણાવી રહ્યા
હતા. પ્રજા ટેક્સ ચૂકવે છે તેનું શું પ્રજાના ટેક્સના નાણાં પાણીમાં ગયા હોય તેવું ઈડર પાલિકાનું ચિત્ર કેમ ઉપસી આવ્યું છે, જેવા અનેક સવાલો ઈડરની પ્રજામાં ઉભા થઈ રહ્યા છે, જયારે ખરાબ રસ્તાઓ પર પડેલ ખાડાઓ પુરવામાં અને તેનું રિપેરિંગ કામ કરાવવા માટે પાલિકા તંત્ર કેટલું ઊણું ઉતરે છે તે હવે જોવું રહ્યું, જ્યારે વધુમાં જાણવા મળ્યા મુજબ ઈડર પાલિકાના બાંધકામ વિભાગના ઈજનેર ચોમાસા દરમિયાન શહેરના રસ્તાઓ પર પડેલ ખાડાઓ અને ખરાબ રસ્તાઓ રિપેરિંગ કરવામાં રસ નથી પરંતુ કોન્ટ્રાક્ટરની ગાડીમાં ફરવાનો રસ વધુ હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર…
