સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના સિંગા ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા દ્વારા એસઓજી હિંમતનગરની ટીમ સાથે મળીને મિશ્ર દૂધ વેચાણ કરનાર શર્મા અશ્વિન સુનિલભાઈ (ખાદ્ય વ્યવસાયી અને માલિક) પર દરોડો કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી મિશ્ર દૂધ અને તેમાં ભેળસેળના નમૂનાઓ લેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દૂધ બનાવવાના માટે મોલ્ટોડેકસ્ટ્રિન પાઉડર, વ્હે પમિયેટ પાઉડર અને રિફાઈન્ડ સોયાબીન તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. લેવામાં આવેલા નમૂનાઓને પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.

જ્યારે બાકી રહેલ આશરે ૧૯૮ લિટર દૂધનું જથ્થો સ્થળ પર નષ્ટ કરવામાં આવ્યું છે. ખોરાક સલામતી ટીમમાં ખાદ્ય સલામતી અધિકારી જે.ડી. ઠાકોર અને એસ. કે. પ્રજાપતિ તેમજ એસઓજી ટીમમાં પી.એસ.આઈ કે. યુ.ચૌધરી અને હિંમતનગરની ટીમ હાજર રહી હતી. પ્રયોગશાળાનો અહેવાલ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે એમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
