GUJARAT : ઈડર શહેરમાં ગેરકાયદેસર માંસ-મટનની લારીઓ સામે નાગરિકોની પ્રાંત અધિકારીને લેખિત ફરીયાદ, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

0
44
meetarticle

શહેરમાં ઈડર ગેરકાયદેસર માંસ-મટન તથા ઇંડાની લારીઓને લઈને નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. નાગરિકોએ ઈડર પ્રાંત અધિકારી તેમજ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટને જાહેર હિતમાં વ્યાપક લેખિત ફરીયાદ રજૂ કરી છે.

શહેરના અતિવ્યસ્ત વિસ્તારો -ત્રિરંગા સર્કલ, ઈડર ટાવર, રામધુન ચોક, યુ.જી.વી.સી.એલ. કચેરી સામેનો વિસ્તાર, સાબરકાંઠા બેંકની સામે, આત્મવલ્લભ હોસ્પિટલ આગળ, તેમજ રેલવે ફાટક વિસ્તાર — ખાતે ફૂટપાથ અને જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે ઉભી લારીઓ નાગરિકો માટે માથાનો દુઃખાવો બની છે.ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે, કેટલાક લુખ્ખા તત્વો દ્વારા જાહેર માર્ગો પર લારીઓ ઉભી રાખીને માંસ-મટન તથા ઇંડા ની વેચાણ વ્યવસ્થા ચલાવવામાં આવે છે, જેના કારણે દુર્ગંધ, રાહદારીઓની
અવરજવરમાં ખલેલ, જાહેર આરોગ્યને જોખમ, તેમજ સનાતની હિંદુ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે. વોકિંગ કરતા નાગરિકોને અવારનવાર હેરાનગતિ થાય છે અને અનેક વખત બોલાચાલી તથા ઝઘડા જેવા બનાવો પણ નોંધાયા છે.
નાગરિકોએ રજૂઆતમાં જણાવ્યું કે નગરપાલિકા અને સંબંધિત અધિકારીઓને અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક પગલા નથી લેવામાં, જેના કારણે લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે. નાગરિકોએ માંગ કરી છે કે
ધાર્મિક સ્થળોની આસપાસ અને મુખ્ય માર્ગો પર ચાલતા આવા બિન પરવાનગીના ધંધાઓને તાત્કાલિક બંધ કરવામાં આવે અને નિયમ મુજબ કડક પગલા લેવામાં આવે. તેમણે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી ન થાય તો તેઓ ઉપરની કચેરીઓ, રાજ્યના ગૃહવિભાગ, પોલીસ વડા, અને જરૂરી હોય તો ન્યાયાલય સુધી દાવપેચ કરવા મજબૂર બનશે. સાથે જ, નાગરિકોએ કહ્યું કે જરૂરી બનશે તો તેઓ ગાંધીવાદી આંદોલનનો માર્ગ પણ અપનાવશે.

REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here