GUJARAT : ઈન્ડિગો” એરલાઈનની જે દેશમાં 700 થી વધુ ફ્લાઈટ કૅન્સલ થઇ રહી છેએવા સમયે સાંસદ હેમાંગ જોષી દ્વારા કેમ પ્રધાનમંત્રી અને નાગરિક ઉડ્યનમંત્રીને કોઈ પત્ર લખવામાં નથી આવ્યો?

0
28
meetarticle

વડોદરા ના બહુ બોલકના આયાતી અને નસીબથી બનેલા સાંસદ પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને પોતાના દિલ્હીના 2 શીર્ષ નેતાઓને વાહલા થવા, વારંવાર જનનાયક અને દેશના લોકસભાના વિપક્ષ નેતા શ્રી રાહુલ ગાંધીજીને પત્રો લખી જ્ઞાન આપતા હોય છે,

તો આજે વડોદરા, ગુજરાત અને આખા દેશની જનતા “ઈન્ડિગો” એરલાઈનની જે દેશમાં 700 થી વધુ ફ્લાઈટ કૅન્સલ થઇ રહી છે અને લોકોને બહોળા પ્રમાણમાં આર્થિક, સામાજિક નુકસાન થઇ રહ્યું છે, ઘણા નાગરિકોને તો મેડિકલ આપાતકાલની ઘટનામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે, એવા સમયે સાંસદ શ્રી હેમાંગ જોષી દ્વારા કેમ પ્રધાનમંત્રી અને નાગરિક ઉડ્યનમંત્રીને કોઈ પત્ર લખવામાં નથી આવ્યો, પત્ર તો દૂરની વાત એક સામાન્ય ટવીટ અથવા સોશ્યિલ મીડિયામાં વડોદરા અને ગુજરાતની જનતા માટે 2 લીટીનું દુઃખ પણ વ્યક્ત કરવામાં નથી આવ્યું. આજે કોઈક નાગરિકની બાળકીને માસિકની સમસ્યામાં એરપોર્ટ પર પેડ નથી મળી રહ્યું, કોઈના સગા અતિ ગંભીર બીમાર છે અને સારવાર માટે જઈ નથી સકતા, એરપોર્ટ પર 5-10 કલાક ખાધા વગર રાહ જોવા મજબુર બન્યા છે, કોઈને કરોડો રૂપિયાનું ધંધાકીય નુકસાન થયું છે, કોઈના લગન તૂટ્યા છે, જો થોડી પણ શરમ બચી હોય સાંસદશ્રી તો એક પત્ર જરૂર લખજો તમારી સરકારને અને આ જે અત્યારે ઘટના બની રહી છે એ તમારી જ સરકારની 1-2 વ્યક્તિઓને ફાયદો કરવાની નીતિનું સ્વરૂપ છે, આજે દેશમાં એરલાઈન વ્યવસાયમાં 92% શેર માત્ર 2 કંપની ઈન્ડિગો અને ટાટાની છે, જે એક પ્રકારની મોનોપોલીનું સર્જન કરે છે અને આ કંપની વારંવાર પોતાના ફાયદા માટે સરકારનું નાક પકડે છે અને સરકાર માત્ર મુખ પ્રેક્ષક બનીને જનતાની હેરાનગતિ જોઈ રહી છે, રાહુલ ગાંધીજી કાયમ કહે છે કે દેશમાં કોઈ પણ વ્યવસાય માં 1-2 કંપની ના હોવી જોઈએ, જો કોમ્પિટિશન હશે તો જ જનતાને સર્વિસ મળી શકશે અને તો જ જનતાને નાણાકીય ફાયદો થશે, પરંતુ ભાજપની ક્રોની કેપિટલિઝમની નીતિ થી આજે દેશ માં દરેક સેક્ટરમાં કોમ્પિટિશન સમાપ્ત થઇ ગઈ છે, એરપોર્ટ કોઈ 1-2 વ્યક્તિઓ પાસે, પોર્ટ કોઈ 1-2 વ્યક્તિઓ પાસે, મોબાઈલ નેટવર્ક 1-2 વ્યક્તિઓ પાસે, જનતા પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી.
આશા વ્યક્ત કરીએ કે ઈન્ડિગો ફરી સમયસર કાર્યરત થાય અને જનતાની તમામ નુકસાની ની ભરપાઈ કરે તે માટે આયાતી અને નસીબથી બનેલા સાંસદ હેમાંગ જોષી આ વિષયને ગંભીરતા થી લઇ, સરકારમાં સાચી અને સચોટ રજુઆત કરશે, વિપક્ષ તો પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે પરંતુ ભાજપાના ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો કેમ ચૂપ છે?
નિશાંત રાવલ ,પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here