GUJARAT : ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં ગુજરાત સરકાર નીરસ, આપણું રાજ્ય છેક 16મા સ્થાને

0
88
meetarticle

ઈન્ડિયા ઈલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ સૂચકાંકમાં દેશભરમાં ગુજરાત છેક 16માં સ્થાને છે. જેને લઈને કોંગ્રેસે પ્રહાર કરતા કહ્યું કે, આ બાબત દર્શાવે છે કે, રિન્યુઅલ એનર્જીમાં અગ્રેસર ગુજરાતના મોટા-મોટા દાવા વચ્ચે રાજ્યના નાગરિકો માટે પરિવહનના ઉત્તમ વિકલ્પ એવા ઈલેક્ટ્રિક વાહનો માટેની નીતિ અમલવારીમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે.

કોંગ્રેસનો સરકાર પર પ્રહાર

કોંગ્રેસે આ મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે, ‘પેટ્રોલ- ડીઝલના બેફામપણે વધતા ભાવથી રાજ્યના નાગરિકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એ વખતે ઈલેક્ટ્રિક વાહનો પરિવહન માટે ઉત્તમ વિકલ્પ બન્યો છે. પરંતુ નાગરિકોને ઈલેક્ટ્રિક વાહનો માટેની માળખાકીય સુવિધા આપવામાં તંત્રની નિષ્ફળતા અને નીતિ અમલવારીમાં સરકાર નિષ્ફળ રહી છે. ઈલેક્ટ્રિક વાહનો ખરીદી અને કામગીરીને પ્રોત્સાહન રાજ્ય સરકારના પ્રયાસોનાં સૂચકાંકમાં 100માંથી 37 સ્કોર, રીસર્ચ અને ડેવલોપમેન્ટ સૂચકાંકમાં 46 સ્કોર, ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ પોઈન્ટ સૂચકાંકમાં 24 સ્કોર મેળવ્યો છે. ગુજરાતમાં માત્ર 942 ઈલેક્ટ્રિક બસો છે. છ વર્ષમાં ગુજરાતમાં માત્ર 7923 વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ સબસિડી પૂરી પાડવામાં આવી છે. વર્ષ 2018થી 2021માં માત્ર 87 ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર રિક્ષાઓની સબસિડી પૂરી પાડવામાં આવી છે. ઈલેક્ટ્રિક વ્હીકલની સબસિડીના નામે તંત્રમાં થતા ભ્રષ્ટાચારને દૂર કરવામાં આવે છે.

ઈલેક્ટ્રિક મોબિલ્ટી ઈન્ડેક્સઃ ગુજરાતને કેટલો સ્કોર અપાયો?

બાબત 100માંથી સ્કોર
સરકારનો પ્રયાસ 37
સંશોધન-વિકાસ 46
ચાર્જિંગ પોઇન્ટ 24
ખાનગી ઈ-વ્હીકલ 51

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here