મહીસાગર જીલ્લામાં આવેલા ઊદરા જીલ્લા પંચાયતનુ નવા વરસનુ સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું ડીરેકટર જુવાનસિંહ ચૌહાણના કેમ્પ ખાતે
ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું. તાલુકાની જાહેર પ્રતિનિધિત્વ વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવાના હેતુથી સંગઠનાત્મક બાબતો, વિકાસલક્ષી કાર્યોઅને આગામી કાર્યક્રમોની દિશા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ઉપસ્થિત અગ્રણીઓએ સહકાર અને સંગઠિત કાર્યદ્વારા ઉંદરા જિલ્લા પંચાયત વિસ્તારમાં સમાન વિકાસ, ગ્રામ્ય સુવિધાઓનો વધારો અને લોકકલ્યાણને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.સ્નેહ સંમેલન દ્વારા કાર્યકર્તાઓ તથા આગેવાનો વચ્ચે પારસ્પરિક સંવાદ, સહકાર અને એકતા વધુ મજબૂત બનવાથી ભવિષ્યમાં યોજાનારા ગ્રામ અને તાલુકા સ્તરના વિકાસપ્રયાસોને નવો વેગ મળશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી. આ કાર્યક્રમ મા, મંડળ પ્રમુખ અતુલભાઈ, મહામંત્રી હિંમતસિંહ બારીયા, દિવ્યાંગભાઈ દરજી, પૂર્વ પ્રમુખ સંજય બારીયા, શ્રી હર્ષભાઈ દવે, પ્રકાશ પટેલ, શ્રી કનુભાઈ પટેલ તેમજ અજયભાઈ દરજી, સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સરપંચ શ્રીઓ, અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ સફળ બનાવવા માટે યોગદાન આપનાર તમામ આગેવાનો, કાર્યકર્તાઓ અને આયોજકોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો.
REPOTER : દિલીપભાઈ બારીઆ

