GUJARAT : ઉમરાળામાં કચરાના નિકાલની કાયમી હલ નહીં આવતા ટેરઠેર ગંદકીના ગંજ

0
39
meetarticle

ઉમરાળા તાલુકામાં કચરાના કાયમી નિકાલની વ્યવસ્થાના અભાવે ઠેર ઠેર કચરાના ગંજ જામેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ચોક્કસ સ્થળો પર કચરા પેટી મુકવા સહિત નિયમિત બે ટાઈમ કચરો સફાઈ કરાય તેવી માંગણી ઉઠી છે.


આમ તો ઉમરાળા ગામના અનેક રસ્તાઓના ખુણે ખાંચરે કચરો જોવા મળવો તથા કેટલીક જગ્યાએ રસ્તા પર ગટરની કુંડીઓ અવારનવાર ઉભરાવી એ અહીંની તાસીર થઈ પડી છે, પરંતુ અહીં કાળુભાર નદી કાંઠા પરના ગઢના રસ્તા પર ઠેર ઠેર કચરાનાં ગંજ કાયમી સમસ્યા છે અને તેમાંયે પૂર્વ દરવાજા નજીક આવેલ મહિલાઓ માટેના જાહેર સ્નાનગૃહના પ્રવેશ દ્વારની ાગળના ભાગમાં કાયમ કચરાના ઢગલા જામેલા રહે છે. બજાર અને કેટલીક શેરીઓના ઘરોથી કચરો એકઠો કરવા ગ્રામ પંચાયતનું ટ્રેકટર સવારમાં ફરતું હોય છે. પરંતુ પછી આખા દિવસ દરમિયાન જે કચરો રસ્તાઓ પર ફેંકાય કે અન્ય વિસ્તારમાંથી ઉડીને આવે તેના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. જેથી ચોક્કસ વિસ્તારોમાં કચરો વધુ પડતો એકઠો થતો હોય ત્યાં મોટી કચરા પેટી મુકવામાં આવે તો કચરો રસ્તા પર ન ફેંકાય અને કચરાપેટીમાં એકઠા થતા કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જરૂરી બની છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here